ઘનશ્યામનગરની ઘટના; 8 લાખની કિંમતનું મકાન બે લાખમાં માંગી છેલ્લા પાંચ વર્ષથી હેરાન કરતાં હોવાનો આરોપ
શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતાં જાન્વીબેન જીગ્નેશભાઈ વાવડીયા નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીનાં નવેક વાગ્યાના અરસામાં કપડા ધોવાનું લીકવીડ પી લીધું હતું. પ્રૌઢાની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં જાન્વીબેનના પતિ હયાત નથી અને તેમને સંતાન પણ નથી. તમેનું આઠ લાખની કિંમતનું મકાન પાડોશી ભીમા નરશી મકવાણા રૂા.બે લાખમાં માંગી મકાનનો સોદો થવા દેતો નહીં હોવાથી અને છેલ્લા પાંચ વર્ષથી ત્રાસ આપી પોલીસમાં ખોટી અરજીઓ કરતો હોવાથી પ્રૌઢાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
