સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલના કેદીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયો
રાણાવવમાં રહેતાં વૃધ્ધા અઠવાડિયા પહેલા દરગાહએ દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી ગયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાણાવાવમાં રહેતાં સારાબેન ઓસમાણભાઈ હિગોરા નામના 70 વર્ષના વૃધ્ધા ગત તા.7ના રોજ સવારના સમયે દરગાહમાં દર્શન કરવા નીકળ્યા હતાં. ત્યારે રેલવેના પાટા પરથી પસાર થઈ રહેલી ટ્રેનની હવા આવતાં વૃધ્ધા ફંગોળાઈને ટ્રેન સાથે અથડાયા હતાં. ટ્રેન હડફેટે ઘવાયેલા વૃધ્ધાનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલમાં સજા કાપતાં અમરાભાઈ હરસુરભાઈ ખાચરને બપોરના સમયે છાતીમાં દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
