ભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોત

ભાવનગર રોડ પરથી બેભાન હાલતમાં મળેલા પ્રૌઢે દમ તોડ્યો : વાલીવારસની શોધખોળ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા અયોધ્યા-2 માં રહેતા પ્રૌઢાનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું…

ભાવનગર રોડ પરથી બેભાન હાલતમાં મળેલા પ્રૌઢે દમ તોડ્યો : વાલીવારસની શોધખોળ

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા અયોધ્યા-2 માં રહેતા પ્રૌઢાનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું પ્રૌઢના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ભગવતીપરામાં આવેલા અયોધ્યા-2માં રહેતા સરોજબેન સુનિલભાઈ વાઘેલા નામના 45 વર્ષના પ્રૌઢા સાંજના સાતેક વાગ્યાના અરસામાંઘરે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક સરોજબેન મનપામાં સફાઈકામદાર હતા અને તેમને સંતાનમાં 1 દિકરો અને એક દિકરી છે. બીજા બનાવમાં ભાવનગર રોડ ઉપર આરએમસી ઓફિસની સામે આશરે 45 વર્ષના એક પ્રૌઢ બેભાન હાલતમાં પડ્યા હતાં. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પોલીસે મૃતક પ્રૌઢના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

 

—-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *