યુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યો

ઇંડાંની રેંકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે થયેલી બોલાચાલી કારણભૂત: રિક્ષા, મોબાઇલ અને રોકડ લૂંટી ગયાનો આક્ષેપ શહેરના યુનિવર્સિટી રોડ પરથી રીક્ષાચાલક યુવાનનુ તેની જ રીક્ષામાં…

ઇંડાંની રેંકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે થયેલી બોલાચાલી કારણભૂત: રિક્ષા, મોબાઇલ અને રોકડ લૂંટી ગયાનો આક્ષેપ

શહેરના યુનિવર્સિટી રોડ પરથી રીક્ષાચાલક યુવાનનુ તેની જ રીક્ષામાં અપહરણ કરી શખ્સોએ ચાલુ રીક્ષામાં માર મારી રાજનગર ચોકમાં ઉતારી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઇંડાની રેકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે બોલાચાલી થયાનો ખાર રાખી માર મારી મોબાઇલ, રીક્ષા અને રોકડ લૂંટી ગયાનો આક્ષેપ કર્યો હતો.જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતો અને રીક્ષા ચલાવતો કિશોર પૂંજાભાઇ પારધી (ઉ.વ.37) નામનો યુવાન ગત રાત્રે દોઠેક વાગ્યના અરસામા યુનિવર્સિટી રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે ઓવરબ્રિજની નીચે પોતાની રીક્ષામાં સુતો હોત. ત્યારે શકિલ અને તેની સાથેના શખ્સોએ માર મારતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

હોસ્પિટલના બિછાનેથી કિશોરે જણાવ્યુ કે, નાનામવા રોડ પર શકિલની ઇંડાની રેકડીએ તે નાસ્તો કરવા ગયો ત્યારે શકિલ સાથે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ગત રાત્રે તે યુનિવર્સિટી રોડ પર હતો ત્યારે શકિલ સહિતના શખ્સોએ તેને જોઇ જતા કિશોર ભાગીને વોકહાર્ટ હોસ્પિટલમાં જતા આરોપીઓ ઠસડીને બહાર લઇ આવી તેની જ રીક્ષામાં અપહરણ કરી ચાલુ રીક્ષામાં માર મારી રાજનગર ચોકમાં ઉતારી ભાગી ગયા હતા. જયારે આરોપીઓ તેની રીક્ષા, મોબાઇલ અને રૂા.400ની રોકડ પણ લૂંટી ગયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવિયાનગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *