રાજકોટમાં અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ

  મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટમાં મોટા માવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા પ્રૌઢ 80 ફુટ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન…

 

મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટમાં મોટા માવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા પ્રૌઢ 80 ફુટ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલક પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તબીબો દ્વારા સમયસર અને યોગ્ય સારવાર આપવામાં નહીં આવતા પ્રૌઢનું મોત નીપજયુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટમાં મોટા માવા વિસ્તારમાં આવેલા ભીમનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ રાઠોડ નામના 47 વર્ષના પ્રૌઢ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં 80 ફૂટ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રૌઢ મૂળ અમરેલીના વતની હતા અને હાલ રાજકોટમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા નોકરી પરથી ઘરે આવતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સજાયો હતો. પરંતુ અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢની સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સમયસર અને યોગ્ય સારવાર નહીં મળતા તબીબોની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનું મૃતક લખમણભાઇ રાઠોડના પુત્રએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *