પાડાસણના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત

  શહેરની ભાગોળ આવેલા પાડાસણ ગામે રહેતા પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા…

 

શહેરની ભાગોળ આવેલા પાડાસણ ગામે રહેતા પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના પાડાસણ ગામે રહેતા લક્ષ્મણભાઈ સોમાભાઈ રાઠોડ નામના 45 વર્ષના પ્રોઢ રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. અન્ય બનાવમાં કરણાભાઈના ગાર્ડન પાછળ આવેલા આવેલી માલધારી સોસાયટીમાં રહેતા મંજુબેન ચંદુભાઈ ભોજવિયા (ઉ.વ.55) અને મોરબી રોડ ઉપર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા હંસાબેન શંકરભાઈ વાઘરોડિયા (ઉ.વ.46)નું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *