શહેરમાં કોઠારિયા રોડ સ્વાતી પાર્કમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી વૃધ્ધે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા સ્વાતી પાર્કમાં રહેતા કાન્તીભાઇ બાબુભાઇ નામના 59 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી લીધો હતો. વૃધ્ધને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક વૃધ્ધ બે ભાઇ ત્રણ બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
