રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત

  રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનુ પ્રમાણ દિન – પ્રતિદિન વધી રહયુ છે ત્યારે શહેરમા વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજયા છે. રૈયાધારના…

 

રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનુ પ્રમાણ દિન – પ્રતિદિન વધી રહયુ છે ત્યારે શહેરમા વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજયા છે. રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમા વૃધ્ધનુ હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટરમા રહેતા શંભુનાથ પુનર્વાસી શહાની (ઉ.વ. પ3) નામના પ્રૌઢ ગત રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા જયા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. પ્રાથમિક તપાસમા હાર્ટ એટેકથી મોત થયાનુ જાણવા મળ્યુ છે.

જયારે બીજા બનાવમા મુળ રાજસ્થાનના વતની અને મોરબી રોડ પર લાતી પ્લોટમા રહેતા પરથીભાઇ ઉર્ફે પ્રતાપભાઇ શ્યામાભાઇ બનજારા (ઉ.વ. 64) નામના વૃધ્ધ લાતી પ્લોટ પ મા બોરવેલ કરવાનુ કામ કરી રહયા હતા ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેમનુ મોત નીપજયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *