કોઠારીયા રોડ પીપળીયા હોલ પાસે રામેશ્વર સોસાયટી-3માં રહેતાં ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ કચ્છવા-રાજપૂત (ઉ.વ.55)ને રાતે બે વાગ્યે પેટમાં દુ:ખાવો ચાલુ થયા બાદ બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ઉપેન્દ્રસિંહ બે બહેનના એકના એક વચેટ ભાઇ હતાં. સંતાનમાં એક દિકરો છે. પોતે કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.
બીજા બનાવમાં ખોખડદળ પૂલ પાસે રાધાકૃષ્ણ સોસાયટી-4માં રહેતાં કિશોરભાઇ દિલુભાઇ બસીયા (ઉ.વ.48) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
