ગુજરાત સરકાર દ્વારા 26મી જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ ખાતે યોજાશે, જ્યાં રાજ્યપાલના હસ્તે સવારે 09:00 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂૂપે ઉપસ્થિત રહેશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં ધ્વજવંદન કરનાર મહાનુભાવોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
યાદી મુજબ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી, રાજકોટમાં મંત્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી, ગાંધીનગરમાં મંત્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ, નવસારીમા મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ, પોરબંદરમાં મંત્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, વલસાડમાં મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ, દાહોદમાં મંત્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા, સાબરકાંઠામાં ડો. પ્રદ્યુમન ગનુભાઈ વાજા, ખેડામાં રમણભાઈ ભીખાભાઈ સોલંકી, નર્મદામાં ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, છોટાઉદેપુરમાં ડો. મનીષા રાજીવભાઈ વકીલ, ગીર સોમનાથમાં પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી, કચ્છમાં કાંતિલાલ શિવલાલ અમૃતિયા, પંચમહાલમાં રમેશભાઈ ભુરાભાઈ કટારા, સુરેન્દ્રનગરમાં દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, ભાવનગરમાં કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા, મહેસાણામાં પ્રવીણભાઈ ગોવર્ધનજી માલી, ડાંગમાં ડો. જયરામભાઈ ચેમાભાઈ ગામીત, અમરેલીમાં ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, વડોદરામાં કમલેશભાઈ રમેશભાઈ પટેલ, આણંદમાં સંજયસિંહ વિજયસિંહ મહીડા, મહીસાગરમાં પૂનમચંદ છાનાભાઈ બરંડા, પાટણમાં સ્વરૂૂપજી સરદારજી ઠાકોર, બોટાદમાં રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને અરવલ્લી, બનાસકાંઠા, ભરૂૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરત અને તાપી જિલ્લાઓમાં જે-તે જિલ્લાના કલેક્ટરો દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે.
