ગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોત

ગોડલ નાં ગુંદાળા પાટીદળ વચ્ચે એકટીવા પુલ નીચે ખાબકતા ચાલક વૃધ્ધ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.વૃધ્ધ ગોંડલ થી કેરી ખરીદી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે…

ગોડલ નાં ગુંદાળા પાટીદળ વચ્ચે એકટીવા પુલ નીચે ખાબકતા ચાલક વૃધ્ધ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.વૃધ્ધ ગોંડલ થી કેરી ખરીદી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે અકસ્માત સર્જાયો હતો.બનાવ નાં પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સવારનાં અગીયારનાં સુમારે પાટીદડ રામજી મંદિર પાસે રહેતા વેકરીયા ગોપાલભાઈ ઉકાભાઇ ઉ.70 એકટીવા લઈ ગોંડલ કેરી સહીત ની ખરીદી કરી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે ગુંદાળાથી પાટીદડ વચ્ચે પેટ્રોલ પંપ નજીક પુલ પરથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે અચાનક બેલેન્સ ગુમાવતા એકટીવા સહિત પુલ નીચે ખાબકતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.અકસ્માત સ્થળે કેરીની બે પેટીઓ વિખરાયેલી નજરે પડતી હતી. મૃતક ગોપાલભાઈ ખેતીકામ કરતા હતાં.સંતાનમાં બે પુત્રો છે જે બન્ને પરણિત છે. અકસ્માતની જાણ પાટીદડ ખાતે પરીવારને થતા શોકમગ્ન બન્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ નાં મયુરસિહ રાણાએ તપાસ હાથ ધરીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *