કાયદાકીય લડત બાદ ભાડુઆતી દુકાનનો કબજો મૂળ માલિકને પરત અપાવતી જામનગરની અદાલત
જામનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં બે દાયકાની લાંબી કાનૂની લડત બાદ મકાન માલિકને અદાલતમાંથી ન્યાય મળ્યો છે. છેલ્લા બે દાયકા થી ચાલી રહેલી કાયદાકિય લડત પછી ભાડુઆતી દુકાન નો કબજો જામનગરની અદાલતે હું માલિકને પરત અપાવ્યો છે.
આ કેસની હકિકત એવી છે કે, આ કામના અરજદાર રસીકલાલ મગનલાલ મહેતાના સીધીલીટીના વારસદાર દરજજે, પાર્થ સંદિપભાઈ મહેતાની સંયુક્ત માલિકી ની દુકાન જામનગર શહેરમાં લીમડા લાઈન શેરી નંબર 3 ચર્ચવાળી શેરી હંસ નિવાસનાં નામથી ઓળખાતી જગ્યા જેના સર્વે નંબર 96-જી છે અને તે પૈકીની દુકાન કે જેનાં ભાડુઆત અશોક ગંગદાસભાઈ પટેલ ને વપરાશ માટે આપી હતી. તે દુકાન અરજદારને જરૂૂરીયાત ઉપસ્થિત થતાં, જે જગ્યાનો બજનશ કબજો મેળવવા માટે જામનગરની અદાલતમાં દાવો દાખલ કરેલ હતો, જે દાવો કોર્ટમાં ચાલી જતાં અરજદારની તરફેણ માં દાવો મંજુર કર્યો હતો, જે દાવા સામે સામાવાળાએ જામનગરની ડીસ્ટ્રકીટ એન્ડ સેસન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. જે અપીલ પણ કોર્ટ ધ્વારા ડીસમીસ કરવામાં આવી હતી. ત્યારબાદ, સામાવાળાએ ગુજરાતની વડી અદાલતમાં સેક્ધડ અપીલ દાખલ કરી હતી.
જે મેટર રિમાન્ડ કરવામાં આવી હતી. સદરહું હુકમ મુજબ જામનગર નાં એડી. ડીસ્ટ્રીકટ જજ સમક્ષ રેગ્યુલર સિવિલ અપીલ પણ રદ કરવામાં આવી હતી. જે અપીલનાં હુકમ સામે સામાવાળા ધ્વારા ફરીથી સેક્ધડ અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ સામાવાળા ધ્વારા વીડ્રો કરવામાં આવી હતી. ત્યારબાદ અરજદારે જામનગર ના સિવિલ જજ સમક્ષ દુકાનનો કબજો મેળવવા માટે દરખાસ્ત દાખલ કરી હતી, જેમાં સામાવાળા દ્વારા કોર્ટમાં અનેક પ્રકારના વાંધાઓ તથા અલગ અલગ પ્રકારની અરજીઓ કરવામાં આવેલ હતી.
જે તમામ વાંધાઓ તથા અરજીઓ નામંજુર કરી કોર્ટ ધ્વારા જગ્યાનું કબજા નું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે., જે વોરંટ ની અમલવારી મુજબ અરજદાર ને બે દાયકા બાદ દુકાન નો ખાલી અને બજનશ કબજો મળ્યો હતો. આ કેસમાં અરજદાર તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા , ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્દા, અશ્વિન એ. સોનગરા અને પ્રિતેશ કે. ભટ્ટ રોકાયા હતા.
