જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક બે ખુટિયા જગાડતા સ્કૂટર સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા સ્કૂટર ચાલક વૃદ્ધ ને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.જયા તેમનું સારવાર માં મૃત્યુ થયું હતું.રાજકોટ માં રહેતા ફઝલભાઈ હમીદભાઈ ગંગનાણી (61) ગત તા 4/9/25 ના એકટીવા માં રાજકોટ થી કાલાવડ જતા હતા ત્યારે રસ્તામાં જસાપર ગામ નજીક રસ્તા ઉપર બે ખુટિયા ઝગડતા હતા.અને એકટીવા સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ફઝલભાઈ ને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું તા.11/9/25 ના સારવાર માં મૃત્યુ નીપજયું હતું.
શેખપાટ ગામ યુવાનનો આપઘાત
જામનગર નજીક શેખપાટ ગામમાં રહેતા નરશીભાઈ મનસુખભાઈ કણજારીયા નામના 35 વર્ષના સતવારા યુવાને પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક નરશીભાઈ ના પિતા મનસુખભાઈ દેવાભાઈ કણજારીયા એ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક સ્થિતિ ગુમાવી બેઠો હતો. જે બીમારીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પિતા દ્વારા જાહેર કરાયું છે.
