દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 04 સી.આર. 6102 નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 13 એચ. 7753 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને અડફેટે લેતા તેમને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ભીખાભાઈ પબાભાઈ ચાવડા (ઉ.વ. 35. રહે. શેઢા ભાડથર, તા. ખંભાળિયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટાટા નેક્સન મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સટ્ટો
કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામેથી એલસીબી પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચ પર રનફેર, વિકેટ, ઓવર વિગેરે પર હારજીત કરી અને સટ્ટો રમી રહેલા સાગર અરજણ સુવા નામના 27 વર્ષના શખ્સને રૂૂ. 12,250 ની રોકડ રકમ સહિત કુલ રૂૂ. 22,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ભાણવડ પોલીસની કાર્યવાહીમાં ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર ઝારેરા ગામેથી કારા પરબત કદાવલા, રાજશી પરબત કદાવલા, અશોક હરજી પિપરોતર અને દેવશી અરજણ પિપરોતર નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂૂ. 8,650 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિદેશી દારૂ
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ભગીરથસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના 29 વર્ષના શખ્સને પોલીસે રૂૂ. 13,200 ની કિંમતના વિદેશી દારૂૂના 48 ચપલા તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
