ધોરાજીના પીપળિયા ગામે વૃદ્ધાનો અગ્નિસ્નાનથી આપઘાત

રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ધોરાજીના પીપળીયા ગામે મંજુલાબેન કણસાગરા નામની વૃધ્ધએ સળગી જઇને આપઘાત કરી લીધેલ છે.આ અંગેની વિગતો મુજબ ધોરાજીના પીપળીયા ગામે એકલા…

રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

ધોરાજીના પીપળીયા ગામે મંજુલાબેન કણસાગરા નામની વૃધ્ધએ સળગી જઇને આપઘાત કરી લીધેલ છે.આ અંગેની વિગતો મુજબ ધોરાજીના પીપળીયા ગામે એકલા રહેતા વૃધ્ધા મંજુલાબેન વલ્લભભાઇ કણસાગરા (ઉ.વ.આ. 85)એ કેરોસીન છાંટી સળગી જતા પોલીસ અને ગામના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા આ વૃધ્ધાના પરિવારજનો રાજકોટ દોડી આવેલ હતા. આ વૃધ્ધાની ડેડબોડીને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *