જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

  જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…

 

જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરનારા 6-7 શખ્સોએ જોડિયા ગામમાં આવેલ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આ વૃદ્ધ પર હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલા ઇશાક ખીચડીને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ જોડિયા પોલીસ સ્ટેશનના જમાદાર કે.કે. ઝાંટીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધીને તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂૂ કરી છે. આ ઘટનામાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે જોડિયામાં ભારે તણાવ ફેલાયો છે. લોકોમાં આ ઘટનાને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *