રાજુલામાં કારે ઠોકરે લેતા બાઇકચાલક વૃધ્ધનું મોત

ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક છતડીયા ગામના બ્રિજ નીચે બુધવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત…

ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક છતડીયા ગામના બ્રિજ નીચે બુધવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રાજુલા તાલુકાના હિંડોરણા ગામના રહેવાસી વાજસુરભાઈ ભીમાભાઈ પટાટ (ઉંમર 60 વર્ષ) તરીકે કરવામાં આવી છે.

અકસ્માતની જાણ થતાં જ રાજુલા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાજુલા પોલીસે આ માર્ગ અકસ્માત અંગે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *