કાલાવડ રોડ ઇસ્કોન મંદિરની પાછળ રુડાનગરમાં રહેતા સંદીપભાઇ રાવતભાઈ માંકડ(ઉ.વ.26)ના નાના ભાઈ મનદીપને આ શિવરાજ ખાચરની બેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે નાના ભાઈને આ શિવરાજ ખાચરના મમ્મી સાથે બોલાચાલી થયેલ જેનો ખાર રાખી ગઈકાલે શિવરાજ ખાચર તથા તેના કાકા મંગળુભાઈ ખાચર બંનેએ મને છરી અને પાઇપ વડે માર મારી તેમજ મારા નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે.
સંદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલ તા.18/08ના રાત્રિના હું તથા મારાથી નાનો ભાઈ મનદીપ તથા મારા બા મણીબેન એમ બધા ઘરે હાજર હતા તે દરમિયાન અમારા ઘરની ડેલી બહાર ખખડાવેલ જેથી હું તથા મારા નાનીમા એમ બંને બહાર આવી જોતા મંગળુભાઈ ખાચર કે જે રાજકોટ વૈશાલી નગર-22માં રહે છે અને આ મંગળુભાઈ નો ભત્રીજો શિવરાજ ખાચર જે પણ કોર્ટના પાટિયા પાસે રહે છે તે બંને ઉભા હોય અને મને કહેલ કે તારું નામ મનદીપ છે જેથી મેં કહેલ કે ના મારા ભાઈનું નામ છે તો આ બંનેએ મને કહેલ કે તારા ભાઈને બહાર બોલાવ તેને આજે મારી નાખવો છે અને શિવરાજ પાસે છરી હોય અને મંગળું પાસે પાઇપ હોય મને તથા મારા નાની માને ખ્યાલ આવી ગયેલ કે આ બંને મારા ભાઈને મારવા માટે આવ્યા છે.
તેથી હું ડેલી બંધ કરવા જતાં આ બને એ મને બહાર ખેંચી લીધેલ અને શિવરાજે મારા પર છરીનો ઘા કરેલ અને મને ડાબા હાથે કાંડા નજીક લાગી ગયેલ હું દેકારો કરવા લાગતા આ મંગડુભાઈ પાસે પાઇપ હોય તેના વતી મને આડેધડ મારવા લાગેલ અને મને બંને પગના ઘૂંટણમાં તથા માથામાં માર મારેલ અને હું ત્યાં પડી ગયેલ અને પડોશીએ અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
