વીજળીના કડાકા ભડાકા સાથે પાંચાળમાં નોનસ્ટોપ, જન જીવનને અસર, તળાવમાં આખી રાત ફસાયેલા શખ્સને રેસ્ક્યૂ કરી બચાવી લીધો
સતત બે દિવસથી બદલાયેલા હવામાન બાદ ચોટીલાનાં પંચાળ પંથકમાં સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વિજળીના કડાકા ભડાકા બાદ નોન સ્ટોપ વરસાદ વરસતા મંગળવારનાં સવારે 11 વાગ્યા સુધીમાં આઠ ઇચ જેટલો વરસાદ વરસી ગયો છે.ગત માસમાં કમોસમી માવઠાનો અઢી ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યાર બાદ સમગ્ર પંથક કફોડી સ્થિતિમાં મુકાયેલ હતું. ખેતી ની સિઝન શરૂૂ થતા ખેડૂતોએ ખેતરો ખેડી વાવણીના મૂર્હત સાચવ્યા હતા પરંતું સમયસર મેઘરાજાની ચાતક નજરે વાટ જોવાતી હતી.અસહ્ય ઉકળાટ બાદ ગઈ કાલ સાંજ થી વરસાદે આગમન કરી સવારે દશ સુધીમાં નોન સ્ટોપ 179 મીમી વરસાદ વરસતા ખેડૂતોમાં હરખ અને વેપારીઓમાં હર્ષ છવાયો છે. અવિરત મેઘસવારી ને કારણે પંથકનાં નદી, નાળા અને વોકળાઓમાં પાણીના પુર વહેત થયા છે અને સક્રિય ચોમાસાની મઝા લોકોએ લીધી હતી અને સતત વરસાદ વરસવાનું શરૂૂ રહેલ છે.
ચોટીલામાં વરસાદમાં અવનાર નવાર પાવર કટ થતા લોકો વિજતંત્રનાં ધાંધીયા થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તળાવમાં પાણી આવતા એક ફસાયો, સવારે રેસ્ક્યુ કરી ઉગારી લેવાયો ચોટીલાના જલારામ મંદિર સામે આવેલા તળાવમા એક વૃદ્ધ ફસાઈ જતા ચોટીલા નગરપાલિકા ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવ કરવામાં આવ્યો રાત્રી દરમિયાન વરસાદનું પાણી તળાવમા આવતા તળાવની વચ્ચે આવેલ મંદિરની ડેરીમા 57વર્ષના વૃદ્ધ ફસાયા હતા રાત્રી દરમિયાન ફસાયેલને વૃદ્ધને સવારે હાઇવે પર પસાર થતા ચોટીલાના જાગૃત નાગરિક ધ્વારા નગરપાલિકામા જાણ કરતા વૃદ્ધનો જીવ બચ્યો ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઈટરના તરવૈયા દ્વારા આ રેસ્ક્યુ કરવામા આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ગત સાંજે કોઈ કારણોસર આ શખ્સ તળાવની વચ્ચે આવેલ મંદિરે ગયો હતો પરંતુ વરસાદનું પાણી આવતા ફસાયો હતોવહેલી સવારે પાલિકાનાં કર્મી જુવાનસિંહ ઝાલા ને ફસાયેલો જોવા મળતા તંત્ર ને જાણ કરી બચાવ કાર્ય હાથ ધરાયું હતું કાળુભાઈ સુરજભાઈ સારલા ચોટીલા ઉંમર 57 વર્ષનો રેસ્ક્યુ કરી ફાયર ટીમ ધ્વારા બચાવ કરવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ફસાયેલો શખ્સ ગત સાંજે નશાની હાલતમાં ખાલી રહેલ તળાવમાં ગયો હતો પરંતું સાંજે વરસાદ પડતા તળાવમાં પાણી આવી જતા ફસાઇ પડેલ હતો વધુ પાણી આવતા મંદિર ઉપર ચડી ગયો હતો અને સવારે ધ્યાને આવતા બચાવ કરી લેવાયો હતો જે બાબત તપાસનો વિષય છે. નોન સ્ટોપ આઠ ઇચ જેટલા વરસાદમાં નદી નાળાઓ છલકાયા, ચોટીલા તળાવમાં ફસાયેલા શખ્સની બચાવ કામગીરી અને ઉગારી લેવાયેલ શખ્સ સાથે તંત્રની ટીમ ની તસવીર.
