ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા

દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ…

દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે

ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂૂ. 1,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી સોહિલશા નુરશા સરવદી નામનો શખ્સ વરલી મટકાનો જુગાર રમતા ઝડપાઈ ગયો હતો. દ્વારકા પોલીસે પ્રવીણ સના શિરુકા અને દિનેશ ડાયા લોરીયા નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધો હતો. દ્વારકા રૂૂપેણબંદર ચેકપોસ્ટ પાછળથી કિશન ધીરુ વાઘેલિયા અને અજય સુરેશ કાઠીયાવાડી નામના બે શખ્સોને પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

કારમાં લઈ જવાતા દારૂૂના જથ્થા સાથે બે ઝબ્બે
ભાણવડથી આશરે 15 કિમી. દૂર શિવા ગામના પાટીયા પાસેથી અલ્ટો મોટરકારમાં જઈ રહેલા ગઢવી દેવુ વાલા જામ (રહે. જામજોધપુર) અને ખંભાળિયામાં પોરબંદર રોડ પર રહેતા ખીમાણંદ વિરમ ગંઢ નામના બે શખ્સોને 70 લિટર દેશી દારૂૂ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 50 હજારની કિંમતની મોટરકાર અને રૂૂપિયા 14 હજારની કિંમતના દારૂૂ સહિત કુલ રૂૂપિયા 64 હજારનો મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી. દારૂૂનો આ જથ્થો તેઓએ રાણપર ગામના ડાયા પોલા રબારી પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે ભાણવડ પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *