રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક ઓવર બ્રીજ પાસે બે ટેઇલર વચ્ચે અકસ્માત થયા બાદ ટઇલરમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના સ્ટાફે અહીં પહોંચી ડ્રાઇવરને વાહનમાંથી બહાર કાઢી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, માલિયાસણ પાસે ઓવરબ્રીજ નીચે બે ટેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિત ટેઇલરમાં ફસાઇ જતા અહિં માલિયાસણમાં રહેતા અનિસભાઇ નામના વ્યકિતને આ બાબતને જાણ થતા તેમણે ફાયર બ્રિગેડમાં જાણ કરી હતી. જેથી બેડીપરા,અને મુખ્ય ફાયર સ્ટેશનથી ટીમ અહીં પહોંચી હતી અને ટેઇલરમાં ફસાયેલા યુવાન કમલ કૈયરભાઇ ભીલ(ઉ.વ. 30 રહે. મધ્યપ્રદેશ) ને બહાર કાઢી તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ ઘવાયેલા યુવાન કમલ ભીલના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ પણ રાજકોટ દોડી આવ્યા હતાં. અને હાલ યુવકનું નિવેદન લેવા કુવાડવા પોલીસના સ્ટાફે તજવીજ હાથ ધરી છે.
