ફીના અભાવે અટક્યું શિક્ષણ, ICDSના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગી

ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ. સી. ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ…

ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ. સી. ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ બાબત આવતાં, તેમણે એક સપ્તાહ સુધી જહેમત ઉઠાવીને બાકીના ફીનાં નાણાંની વ્યવસ્થા કરી આપી અને કિશોરીનો અભ્યાસ પુન: શરૂૂ કરાવ્યો છે. જેના લીધે આજથી આ કિશોરી ફરી હોંશે હોંશે સ્કૂલે જતી થઈ છે. આઈ. સી.ડી.એસ. (સંકલિત બાળવિકાસ યોજના) ગોંડલ ઘટક-1ના બાળવિકાસ પ્રોજેક્ટ અધિકારી (સી.ડી.પી.ઓ.) સોનલબહેન વાળા તથા ટીમ ગોંડલ સિટીમાં પૂર્ણા યોજના અન્વયે ઘરોના સર્વે માટે ગયા હતા.

દરમિયાન એક ઘરની મુલાકાત વખતે તેમણે એક કિશોરીને અભ્યાસ વિશે પૂછ્યું. આ સમયે કિશોરીએ ગમગીન સ્વરે કહ્યું હતું કે, નપોતે અભ્યાસ માટે નથી જતીથ. આથી સોનલબહેન તથા તેમની ટીમને આંચકો લાગ્યો.

એક દીકરીનો અભ્યાસ માત્ર ફીના વાંકે અટકે એ સાંભળીને સી.ડી. પી. ઓ. તથા તેમની ટીમ પણ ચિંતામાં પડી ગયા. આખરે આઈ. સી. ડી.એસ.ની આ ટીમે પૂછ્યું કે, નજો આ દીકરીની ફી અમે ભરી આપીએ તો આગળનો અભ્યાસ કરાવશો?થ આ સાંભળીને પિતા તથા કિશોરી બંને અભ્યાસ માટે રાજી થઈ ગયા.

એ પછી આઈ.સી.ડી.એસ.ની આ ટીમે ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (ટી.પી.ઈ.ઓ.) સતિશભાઈ તેરૈયાનો સંપર્ક કર્યો અને હકીકત જણાવી. એ પછી ટી. પી. ઈ. ઓ. દ્વારા ખાનગી શાળાનો સંપર્ક કરવામાં આવ્યો અને સમગ્ર હકીકત ખાનગી શાળાને જણાવી અને 50 ટકા ફી માફ કરાવવામાં આવી. જો કે એ પછી પણ 50 ટકા જેટલી ફી ભરવાની હતી. આથી સી. ડી. પી. ઓ. સોનલબહેન તથા ટીમ દ્વારા મળીને દાતાના સહયોગથી આ ફી ભરી દેવામાં આવી. આ આખી કવાયતમાં ગોંડલ તાલુકા શાળા નંબર -4ના આચાર્ય અરવિંદભાઈ વોરાનો પૂરો સહયોગ મળ્યો.

બાળકીનો અભ્યાસ પુન: શરૂૂ થાય તે માટે ગોંડલ આંગણવાડી કોડ-7નાં કાર્યકર સપનાબેન ધરદેવે પણ ખાસ્સી મહેનત કરી. આ સમગ્ર કામગીરીમાં સી.ડી.પી.ઓ. સોનલબેન વાળા સાથે આંકડા મદદનીશ દિનેશભાઈ પાઘડાર તથા મુખ્ય સેવિકા પિન્ટુબેન દવેએ પણ ભારે જહેમત ઊઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *