કરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ

    કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કવામાં આવી છે. રાત્રે તપાસ બાદ…

 

 

કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કવામાં આવી છે. રાત્રે તપાસ બાદ વહેલી સવારે તત્કાલિન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ. ધરપકડ બાદ રિમાન્ડ માટે ડો. રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાશે.

EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યાર બાદ તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ઈડીની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *