છતર ગામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીનાં ટીંબડી નપાળીયા ગામે રહેતા અર્જુનસિંગ બાબુલાલ માલવી (ઉ.વ. 3પ ) નામનાં યુવાને ગઇકાલે બપોરનાં સમયે મોરબીની કંપનીમા દારુનાં નશામા પોતાની જાતે બ્લેડ વડે હાથનાં ભાગે છરકા કરતા તેમને સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો છે તે મુળ મધ્યપ્રદેશનો વતની છે અને તેમને સંતાનમા બે દીકરા છે.
જયારે બીજી ઘટનામા ટંકારાનાં છતર ગામે રહેતા અર્જુન નજરુભાઇ ચૌહાણ નામનાં યુવાને ગઇકાલે રાત્રીનાં સમયે વાડીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો છે . તેમને કયા કારણોસર પગલુ ભર્યુ છે.
