લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ભાગેડુ મેહુલ ચોકસી સાથે કનેક્શન ખુલ્યું, સતત ત્રીજા દિવસે તપાસ ચાલુ
સુરતના લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ચુની ગજેરા, વસંત ગજેરા તેમજ તેમની સાથે ધંધાકીય વ્યવહારોમાં સંકળાયેલા મહાકાલ ગ્રુપના 30 સ્થળોએ સુરત ઈન્કમટેકસ વિભાગના ડીડીઆઈ વિંગના દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી છે. દરોડા દરમિયાન ગજેરા બંધુની 40 જેટલી શેલ કંપનીઓના થયેલા જમીનના સોદા ઇન્કમટેક્સના રડારમાં આવ્યા છે. જ્યારે રૂૂા.1.50 કરોડથી વધુ રોકડા મળ્યાની ચર્ચા છે. જોકે, ઈન્કમટેક્સ દ્વારા હાલમાં કોઇ જ વિગતો જાહેર કરાઈ નથી. સુરતમાં ડાયમંડ અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગજેરા બંધુ પર દરોડા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગની પણ એન્ટ્રી થઇ છે. ઇડી દ્વારા પણ તપાસમાં ઝુકાવવામાં આવ્યું છે. ભારતના ભાગેડુ મેહુલ ચોકસીનું કનેકશન ખુલ્યાનું બહાર આવ્યું છે.
ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કામગીરીના ત્રીજા દિવસે 30થી વધુ સ્થળોએ 110થી વધુ અધિકારીઓ દ્વારા તપાસની કામગીરી જારી રહી છે. ઈન્કમટેકસ વિભાગ દ્વારા ગજેરા બંધુઓના ત્યાં દરોડા પાડયા બાદ જમીન, શેરબજારમાં રોકાણમાં મોટાપાયે ગેરરીતિ થયાની શંકા થઈ છે. આ અંગે સુત્રો જણાવે છે કે ગજેરા બંધુઓ પાસે મોટાપાયે જમીનો હોવાથી વધુ જમીન ખરીદે તો જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડે તેમ છે. આથી અન્યોના નામે જમીન ખરીદવામાં આવતી હતી. જેમાં કર્મચારીઓ કે સીધા ખેડુતો ના નામે જમીન ખરીદાતી હતી અને બીનખેતી કરાવવામાં આવતી હતી. જો કે આગામી દિવસોમાં ઈન્કમટેકસ વિભાગ દ્વારા ગજેરા બંધુઓએ કરેલા વ્યવહારોનો પોટલો ખોલશે તો ઘણા ચોંકાવનારી માહિતીઓ બહાર આવશે.
ઇન્કમટેકસ વિભાગ દ્વારા દરોડા દરમ્યાન મોટી માત્રામાં રોકડ રકમ, જવેલરી, ડાયમંડનો જથ્થો તેમજ જમીનના રોકાણના મહત્વના દસ્તાવેજો કબ્જે લેવાયા છે. જોકે તે અંગેનો આંકડો જાહેર કરાયો નથી. પણ જમીન, ડાયમંડ, શેરબજારમાં સોદા અંગેના થોકબંધ દસ્તાવેજો કબજે લઈને વેરીફિકેશન કરવામાં આવી રહયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગજેરા બંધુઓની રીઅલ એસ્ટેટ એને ડાયમંડ મળીને અલગ અલગ 40 જેટલી દોલ કંપનીઓ હોવાનું જણાયું છે. આ કંપનીઓ હારા રીઅલ એસ્ટેટમાં તેમજ ડાયમંડના સોદા, ટ્રાન્ઝેક્શન અંગેના સોદાની તપાસ કરવામાં આવી આ છે. દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી ચાકી રહી છે.
આ તપાસની કામગીરી હજુ સપ્તાહ સુધી ચાલે તેવી શક્યતા છે. ગજેરા બંધુઓની વિવિધ કંપનીઓ દ્વારા જમીન અને શેરબજારમાં થયેલા રોકાણમાં ગરબડની આંશકાને પગલે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ટેક્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. અને નોટિસના દસ દિવસ બાદ સાગમટે દરોડા પાડવામાં આવ્યા છે. જેને પગલે તપાસના અંતે મોટીમાત્રામાં બેનામી આવક બહાર આવે તેવી શક્યતા છે. જ્યારે મહાકાલ ગ્રુપના અનિલ બગદાણાવાળા સહિતના ભાગીદારો દ્વારા સુરત તેમજ નવસારીમાં મોટા પાસે જમીનનાસોદા કર્યાની વિગતોના આધારે તપાસ શરૂૂ કરાઈ છે. રોકડામાં વ્યવહારો થયાની વિગતોના આધારે તપાસની ત્રીજા દિવસે પણ જારી રહી છે. સુરત ઉપરાંત મુંબઈમાં પણ તપાસ ચાલુ હોય કુલ 30 થી વધુ સ્થળોએ ત્રીજા દિવસે તપાસ શરુ કરવામાં આવી છે.
