શહેરના રાજનગર ચોક પાસે આવેલ સોસાયટીમાંથી એક વૃધ્ધના ગળામાંથી રૂૂ.3.50 લાખની સોના ની રૂૂદ્રાસની માળાની ચીલઝડપ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં પકડી પાડયો હતો. જેની પાસેથી રૂૂ.4.15 લાખનો મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ શહેરના રાજનગર ચોક પાસે આવેલ સોસાયટીમાંથી વૃધ્ધના ગળામાંથી રૂૂ.3.50 લાખની સોના ની રૂૂદ્રાસની માળાની ચીલઝડપ થઇ હતી. શહેરમાં બનેલ ચીલ ઝડપના બનાવોમાં સોસાયટીમાં પેટ્રોલીંગ કરી તેમજ આવા ચીલઝડપના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર દ્વારા સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમે ચીલ ઝડપ થયેલ હોય તે જગ્યાના તેમજ આજુબાજુ જગ્યાના સી.સી.ટીવી કેમેરાના ફુટેઝો ચેક કરી તેમજ ચીલ ઝડપ કરનાર વ્યકિતએ ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ બાબતે તપાસ કરી સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે, અંબીકા ટાઉન શીપ શેરી નં.3/ઉ નંદન હીલ પાસે,જીવરાજ પાર્ક, સત્યમભાઇ દેવમુરારીના મકાનમાં રહેતા મૂળ આપા મંદિરની બાજુમાં, કે.કે.મોરી કારડીયા બોડીંગની પાછળ,વેરાવળના વતની જય નરેશભાઇ વાઘેલા (ઉવ.25)ની ધરપકડ કરી રૂૂ.4.15 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તેમજ એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયાની સુચના હેઠળ પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એ.એન.પરમાર, એસ.વી. ચુડાસની ટીમના એ.એસ.આઇ. હીતેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઇ સોઢા, તથા પો.હેડ કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર તથા જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, તથા પોલીસ કોન્સ. મહાવીરસિંહ, ગોપાલભાઇ, મયુરધ્વજસિંહ, પ્રશાંતભાઇ, કરણભાઇ, સંજયભાઇ, પોપટભાઇ, અનુજભાઇ, અરવીંદભાઇ નાઓ ધ્વારા કામગીરી કરી હતી.
