ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ

શહેરમાં દારૂૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના…

શહેરમાં દારૂૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના રોડ પરથી પસાર થતી એક મારુતિ સુઝુકી ઈકો કારમાંથી રૂૂ.72 હજારની 624 બોટલ વિદેશી દારૂૂનો જંગી જથ્થો પકડી પાડી ચુનારાવાડના શખ્સની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.પી.ઝાલાની ટીમના હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ કોટીલા અને ધારાભાઈ વાનરીયાને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ મારુતિ સુઝુકી ઈકો કાર નંબર જીજે-03એનકે-3163 ને અટકાવીને તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 624 બોટલો મળી આવી હતી. પોલીસે રૂૂ. 72,480ની કિંમતનો દારૂૂ, રૂૂ. 4,00,000ની કિંમતની ઈકો કાર અને રૂૂ. 10,000નો એક મોબાઈલ ફોન મળીને કુલ રૂૂ. 4,82,480નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કાર ચાલક આરોપી હનીફ હુશેનભાઈ મંઘરા (ઉ.વ. 41, રહે. શિવાજીનગર શેરી નં.10, ચુનારાવાડ ચોક, દુધસાગર રોડ, રાજકોટ) ની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી હનીફ એક રીઢો ગુનેગાર છે અને તેનો બહુ લાંબો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. અગાઉ પણ તેની સામે રાજકોટ શહેરના થોરાળા, બી-ડિવિઝન, ગાંધીગ્રામ, ડી.સી.બી. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના કુલ 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પી.આઈ. એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા પી.એસ.આઈ ડી.પી.ઝાલા તથા એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા,રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂૂપાપરા, રાહુલભાઈ ગોહેલ, ધારાભાઈ વાનરીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *