દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા પૌત્રીનો આપઘાતનો પ્રયાસ

શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતી યુવતીને દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા લાગી આવવાથી તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ…

શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતી યુવતીને દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા લાગી આવવાથી તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતી ઉન્નતી કલ્પેશભાઇ રાઠોડ (ઉ.વ.18) નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઉન્નતીના પિતાનું ત્રણ મહીના પુર્વે જ અવસાન થયું હતું. તેણી બ્યુટી પાર્લરનું કામ કરતી હોય જેથી દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા લાગી આવતા આ પગલું ભરી લીધાનુન જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *