સીરામીક સીટી ને ઔધોગિક શહેર તરીકે જાણીતા મોરબી ને આ મોરબી શહેરની શાંત ભોળી ને ખમીરવંતી પ્રજા કે જે છેલ્લા ત્રણ દાયકાથી વિકાસ ની રાહ જોવે છે છતાં આજ ની તારીખે મોરબી ની પ્રજા એ વિકાસ મોરબી નો થવો જોઈ તેવો વિકાસ નો સૂરજ જોયો જ નથી ભલે ઔધોગિકક્ષેત્રે મોરબી નું નામ વિશ્વ ફલક પર ચમકતું હોઈ છતાં મોરબી ની પ્રજા ને લકઝરી તો શું પણ હજુ મોરબી શહેર માં રોડ રસ્તા ગટર પાણી સફાઈ લાઈટ ટ્રાફિક સમસ્યા સહિત ની પ્રાથમિક સુવિધા ઓ ના પ્રશ્નો જોઈ તેવા ઉકેલ થયા નથી મોરબી છેલ્લા એક દાયકાથી વધુ સમયથી મોરબી તાલુકા માંથી જિલ્લા માં રૂૂપાંતર થઈ ગયું છે મોરબી નગરપાલિકા માંથી મોરબી મહાનગરપાલિકા બની ગયી છે હાલ શહેર માં વિકાસ ના કરોડો રૂૂપિયા ના કામો મંજુર થયા છે હાલ બાગ બગીચા સહિત ના કામો પ્રગતિ માં પણ છે.
પણ શહેર માં હજુ રોડ રસ્તા ગટરો ચોમાસા માં વરસાદી પાણી ના નિકાલ વગેરે પ્રશ્નો ઘણા વિસ્તાર માં ઉભા છે મોરબી માં સ્થાનિક રાજકીય નેતાઓ છેલ્લા ત્રણ દાયકાથી મોરબી ને પેરિસ બનાવવાનું છે હવે તો મોરબી ને સિંગાપોર બનાવવાની વાતો પણ કરે છે ત્યારે મોરબી ની પ્રજા આ નેતાઓ ને સવાલ કરે છે કે તમે તો પેરિસ ને સિંગાપોર ફરી આવ્યા હશો તો મોરબી ને પેરિસ ને સિંગાપોર જેવું 20 થઈ 25 ટકા જેટલું તો બનાવો મોરબી ઉદ્યોગો નું શહેર છે છતાં હજુ એરપોર્ટ ની સુવિધા મળી નથી કે મોરબી માં સારી લાંબા અંતર ની ટ્રેન ની સુવિધા નથી ત્યારે બુધ્ધિ જીવીઓ એવા સવાલ ઉઠાવે છે કે મોરબી ના સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ સદસ્યો એ જેટલો તેમના વિકાસ માં રસ લીધો તેટલો રસ મોરબી ના વિકાસ માં લીધો હોત તો આજે મોરબી ની રોનક અને પરિસ્થિતિ અલગ જ હોત ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક છે ને ચૂંટણી ની ચોતરફ તૈયારીઓ થઈ રહી છે ઉમેદવારો પોતાના ના વિસ્તારો માં લોકો ને મતદાન કરવા રીઝવવા લાગ્યા છે મોરબી મહાનગર પાલિકા બની ત્યારબાદ સૌપ્રથમવાર મોરબી મહાનગર પાલિકા ની ચૂંટણી યોજાય રહી છે મોરબી નગર પાલિકા માંથી મોરબી મહાનગરપાલિકા બની તેને 14 માસ થઈ ગયા છે.
આ વર્ષે પણ મોરબી મહાનગરપાલિકા માં શહેર ના 13 વોર્ડ માટે કુલ 52 સદસ્યો ની બેઠક જાહેર થઈ છે ગત મોરબી નગરપાલિકા ની ચૂંટણી માં પણ 13 વોર્ડ હતા ને 52 સદસ્યો હતા જે મોરબી ની પ્રજાએ સત્તાધારી પક્ષ ભાજપ ના તમામ 52 સદસ્યો ચૂંટી ને આપ્યા હતા પણ હાલ માં મોરબી એ ત્રણ દાયકાથી ભાજપ નો ગઢ ગણાય છે સ્થાનિક ધારાસભ્ય સાંસદ ભાજપ ના સરકાર ભાજપ ની છતાં ગત ચૂંટણી માં પ્રજા એ તમામ 52 સદસ્યો ભાજપ ના ચૂંટી ને આપ્યા છતાં પ્રજાના પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો કોઈ સદસ્યો હલ કરી શક્યા ન હતા જેટલો તેના વિકાસ માં રસ લીધો તેટલો મોરબી શહેર ના વિકાસ માં રસ ન લીધો અંતે મોરબી ની ઝૂલતાપૂલ દુર્ઘટના માં મોરબી નગરપાલિકા સુપરસિડ થઈ ને તમામ 52 સભ્યો નવરા થઈ ગયા ધોળવું હતું ને ઢાળ મળી ગયો જેવું થયું પ્રજાના પ્રશ્નો તો લટકતા જ રહ્યા ત્યારે આ વર્ષે મોરબી મહાનગરપાલિકા ની ચૂંટણી માં 13 વોર્ડ ના 52 સદસ્યો ને ક્યાં પક્ષ ના કોને ચૂંટવા એ પ્રજા એ નક્કી કરવાનું છે મતદાન કરવું એ લોકશાહી ના જતન માટે જરૂૂરી છે દરેક એ મતદાન અચૂક કરવું જોઈએ હવે મતદાન કોને કરવું એ પ્રજા એ નક્કી કરવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તાજેતર માં મોરબી ની પ્રજા ને મોરબીશહેર ના શનાળા રોડ પંચાસર રોડ સહિત ના વિસ્તારો માં રોડ રસ્તા લાઈટ ઉભરાતી ગટરો પાણી સહિત ના પ્રાથમિક સુવિધા ના પ્રશ્ને લોકો જાહેર રસ્તાઓ પર ઉતર્યા હતા ને ચક્કાજામ કરવા પડ્યા છે ત્યારે આવા પ્રશ્નો ફરી થી ન થાય માટે પ્રજા એ કોઈ ની શરમ કે સબંધ રાખ્યા વિના જેમાં યોગ્ય લાગે એવા પ્રજાના હિત માં કામ કરે એવા ઉમેદવાર ને પસંદગી કરી ચૂંટવા જોઈએ પછી ભલે તે કોઈપણ પક્ષ માં હોઈ કે અપક્ષ માં હોઈ આ વર્ષે મોરબી મહાનગરપાલિકા ની ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એમ ત્રણ પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ છે આમાં અમુક ઉમેદવારો ને પક્ષ દ્વારા ટીકીટ આપવામાં નહિ આવે તો અપક્ષ માં પણ ચૂંટણી લડવા ની ચીમકીઓ સાંભળવા મળી રહી છે ત્યારે ત્રિપાખિયા જંગ ની સાથે અપક્ષ પણ મેદાને પડશે હવે નક્કી પ્રજાએ કરવાનું છે કોને ચૂંટવા અગાઉ ચૂંટેલા સદસ્યો કે અગાઉ કરેલ ભૂલ પ્રજા આ વર્ષે ન કરે નહીંતર ફરી પાંચ વર્ષ અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડશે એટલે અમો આપને સમજી વિચારી ને મતદાન કરવા અપીલ કરીએ છીએ
