રાજકોટ શહેરમા માદક પર્દાથનાં ધંધાર્થીઓ દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવે છે તાજેતરમા જ નામચીન પેડલર સુધા ધામેલીયા દ્વારા જાહેરમા માથાકુટ કરાયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધવામા આવી હતી ત્યારે વધુ એક પોલીસ ફરીયાદ પોલીસમા નોંધાઇ છે રૂખડીયાપરા વિસ્તારમા દારુ અને માદક પદાર્થનો ધંધો કરતા આરોપીઓ દ્વારા યુવકને આંતરી દારુની બાતમી કેમ આપે છે કહી માથાકુટ કર્યા બાદ તેમને બેફામ માર મારવામા આવ્યો હતો . આ ઘટનામા પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે ગુનો નોંધ્યો છે.
વધુ વિગતો મુજબ રૂૂખડીયા પરામાં રહેતા તોફિકભાઈ રફિકભાઈ શેખ (ઉ.વ. 25)ને દારૂૂની બાતમી આપ્યાની શંકાએ ઇસ્માઇલ શેખ,ઇમરાન ઉર્ફે કાલી ઇસ્માઇલ શેખ અને સાહિલ સલીમ શેખએ ગાળો આપી છરી ઝીંકી પાઇપ વડે મારમારતા આ અંગે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
તોફિકભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,હું છુટક મા કેબ્રિકેશનનું કામ કરી છું.રાતના હુ સાડા નવેક વાગ્યે હું મારી પત્ની સાથે મારી એકટવા લઈને સાસુના ઘરે જતો હતો અને થોડી વારમા મારી સાસુના ઘર પાસે પહોંચી એકિટવા ઊભી રાખી અમે બંને સાસુના ઘર તરફ જતા હતા તેવામા ઈસ્માઈલ આમદભાઈ શેખ તેમજ તેનો દીકરો ઈમરાન ઉર્ફે કાલી અને સાહિલ સલીમ ભાઈ શેખ ત્રણે જણા મારી પાસે આવી ઈસ્માઈલ શેખે કહેલ કે તુ પોલીસમા અમારી બાતમી કેમ આપે છે.
તેમ કહી મને ગાળો દેવા લાગતા મે તેમને કહેલ કે મને કોઈ પોલીસ ઓળખતુ નથી કે હું કોઈને બાતમી આપતો નથી તેમ છતા તેઓ ત્રણેય ઉરશ્કેરાઈ પાઇપ વડે મારમારી છરી ઝીંકતા આજુબાજુમાં માણસો એકઠા થઈ આરોપીઓ ભાગી ગયા હતા.તેમજ ફરિયાદી તોફિકને સિવિલમાં સારવારમાં ખસેડાયો હતો. આ ઘટનામા ફરીયાદી તોફીકભાઇ શેખ એ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે આરોપીઓ ગાંજો અને ચરસનો ધંધો કરે છે. અને વિસ્તારમા અવાર નવાર નાના માણસો સાથે માથાકુટ કરે છે.
