રાજકોટ જીલ્લામાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં જીલ્લામાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, રાજકોટ જીલ્લામાં થર્ટી ફર્સ્ટને લઇ સધન સુરક્ષા સાથે ચેકિંગ કરવમાં આવશે ખાસ કરીને જીલ્લા માં ફાર્મ હાઉસ, વાડી વિસ્તાર તેમજ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ફેક્ટરી, કારખાના અને નદીના કાંઠા સહિતના વિસ્તારોમાં દારૂૂની મહેફિલો ઉપર નજર રાખવા અને ગેરકાનૂની પ્રવૃતિ રોકવા માટે પોલીસ નાઈટ વિઝનથી સજ્જ ડ્રોન કેમેરાની મદદથી વોચ રાખશે.રાજકોટ જીલ્લા એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે ત્રણ દિવસો સુધી જિલ્લામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત રહેશે. આ માટે ત્રણ એએસપી, ત્રણ ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ, 620 પોલીસ સ્ટાફ ઉપરાંત 700 જીઆરડીના જવાનો, 250 હોમગાર્ડ સહિતના 1570નો સ્ટાફ તહેનાત રહેશે. તેમજ પોલીસની જન રક્ષક 112ની 23 ગાડીઓ ઉપરાંત 80 બાઈકસ્વાર પોલીસ દ્વારા જિલ્લાભરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે.
રાજકોટ જીલ્લાના અલગ અલગ સ્થળે ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં દારૂૂડિયાઓને પકડવા માટે 17 બ્રેથ એનેલાઈઝર તેમજ 175 બોડીવોર્ન કેમેરા સાથે પોલીસને તૈનાત રાખવામાં આવશે ઉપરાંત ડ્રગ્સ એનેલાઈસર લેનારાઓને પકડવા માટે ખાસ કીટની ફાળવણી કરવામાં આવી છે. જીલ્લામાં બે જગ્યાએ નવા વર્ષને લગતી પાર્ટીનું આયોજન થયું છે. જયાં પણ પોલીસનો બંદોબસ્ત રહેશે.જીલ્લામાં મંજુરી વિના ચાલતી પાર્ટીઓ માં પોલીસ મહેમાન બની આવશે અને આવી મંજુરી વિનાની પાર્ટી પોલીસ બંધ કરાવશે.
રાજકોટ જીલ્લામાં ખાનગી ફાર્મ હાઉસમાં કે કારખાનામાં ચાલતી દારૂૂની પાર્ટી ઉપર પણ પોલીસ ખાસ વોચ રાખશે તેમજ રાજકોટ જીલ્લામાં હાઇવે અને એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસે ચેકિંગ શરુ કરી દીધું છે. થર્ટી ફસ્ટની પાર્ટી કરવા માટે દારૂૂની હેરફેર પણ વધી જતી હોય છે. થર્ટી ફર્સ્ટમાં દારૂૂ તેમજ નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેચાણ તેમજ સેવન રોકવા માટે જીલ્લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.
જેમાં જીલ્લાનાતમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ને પેટ્રોલિંગ કરીને દેશી વિદેશી દારૂૂની પ્રવૃતિઓ ઉપર ધોંશ બોલાવી દેવા એક્ટિવ કરી દેવાયા છે. દેશી વિદેશી દારૂૂની હેરફેર, વેચાણ અને છાકટા બનીને ફરતા યુવાનોને પકડવા માટે પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બર સુધી પ્રોહીબિશન ડ્રાઈવ ચલાવવામાં આવશે.
