મોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયા

ઉછીના પૈસા મુદ્દે ધાક ધામકી આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયેલ મોરબીમાં બનેવીએ હાથ ઉછીની આપેલ રકમ પરત મેળવવા વચ્ચે પડેલા સાળાને ભાજપ આગેવાન સહિતના…

ઉછીના પૈસા મુદ્દે ધાક ધામકી આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયેલ

મોરબીમાં બનેવીએ હાથ ઉછીની આપેલ રકમ પરત મેળવવા વચ્ચે પડેલા સાળાને ભાજપ આગેવાન સહિતના ત્રણ ઇસમોએ ધમકીઓ આપી મરવા મજબુર કરતા યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું હતું અને મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેને પગલે પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ઉમા ટાઉનશીપ રહેતા મૂળ લક્ષ્મીનગર ગામના વતની હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેને આરોપીઓ આશિષ રમેશ પાડલીયા અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને 1.26 કરોડની રકમ હાથ ઉછીની આપી હતી અને રકમ પરત આપતા ના હતા જે બાબતે ફરિયાદી હર્ષદભાઈએ સાળા વિપુલભાઈ વિડજાને વાત કરી હતી અને સાળા-બનેવી રૂૂપિયા પરત મેળવવા પ્રયત્ન કરતા હતા જે સારું નહિ લાગતા આરોપી આશિષના ફોઈનો દીકરો ભાજપ અગ્રણી હિતેષ વાસુદેવ દસાડીયા રહે મૂળ સુલ્તાનપુર વિશાલનગર તા. માળિયા વાળએ વિપુલ વિડજાને ડરાવી ધમકાવી રૂૂબરૂૂ અને ફોનમાં ધમકીઓ આપી હેરાન પરેશાન કર્યો હતો જેથી વિપુલ વિડજા ઝેરી દવા પી લેતા મોત થયું હતું મૃતકે સુસાઈડ નોટ લખી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી સુસાઈડ નોટ કબજે લીધી હતી.

પોલીસે ગુનો નોંધી આરોપી આશિષ રમેશભાઈ પાડલીયા, હિતેષ વાસુદેવભાઈ દસાડીયા અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા એમ ત્રણને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *