ધો.9ની છાત્રા પર સ્કૂલ વાનમાં જ ચાલકે દુષ્કર્મ આચર્યુ

અગાઉ પણ આરોપીએ છેડછાડ કરી હતી, આરોપી પરિણીત અને 12 વર્ષની બાળાનો પિતા છે શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી છાત્રા સાથે વાનમાં જ ચાલકે દુષ્કર્મ આચરી…

અગાઉ પણ આરોપીએ છેડછાડ કરી હતી, આરોપી પરિણીત અને 12 વર્ષની બાળાનો પિતા છે

શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી છાત્રા સાથે વાનમાં જ ચાલકે દુષ્કર્મ આચરી કોઈને બનાવ અંગે જાણ ન કરવાની ધમકી આપ્યાની ફરિયાદ થતા માલવીયા નગર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછતાછ કરી વિશેષ કાર્યવાહી કરી છે.દુષ્કર્મના બનાવના પગલે વાલીઓમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.શાળાઓની પરીવહન વ્યવસ્થામાં બાળકોની સુરક્ષા માટે કડક નિયમો અમલમાં મુકવા સહિતની માંગ ઉઠી છે.

પોલીસ સત્રોના જણાવ્યા મુજબ એક વિસ્તારમાં રહેતા પરિવારની ધો.9માં અભ્યાસ કરતી પુત્રીને તેડવા મુકવા આવતા સ્કૂલવાનના ચાલકે વાનમાં જ દુષ્કર્મ આચરી હોવાની સગીરાના પરિવારે ફરિયાદ કરતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ દેસાઈ સહિતના સ્ટાફે તપાસ કરતા પાળ ગામે રહેતો અને સ્કૂલવાન ચાલાવતો રમેશ કાના ખરા (ઉ.35) એ છેલ્લા એકાદ વર્ષની તેની વાનમાં સ્કૂલે આવતી જતી 14 વર્ષની સગીરા સાથે પરીચય થયો હતો.

બાદમાં ફોન નંબર મેળવી તેની સાથે વ્હોટ્સએપ ફોન તેમજ મેસેજ કરતો હોય બે દિવસ પૂર્વે સ્કૂલેથી છુઠેલ છાત્રાને વાનમાં બેસાડી અમીન માર્ગ નજીક અવાવરૂૂ વિસ્તારમાં લઈ જઈ વાનમાં જ મરજી વિરૂૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું અને કોઈને વાત ન કરવાની ધમકી આપી હતી. અગાઉ પણ વાનના ચાલકે છેડછાડ કરી હતી અને ધમકી આપી હોય જે અંગે ઉદાસ રહેતી પુત્રીને સમજાવી પૂછતાછ કરતા આ બનાવ અંગેની જાણ થઈ હોવાનુ પરીવારે જણાવતા બનાવને ગંભીરતા ધ્યાને રાખી પોકસોનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આકરી પૂછતાછ કરી મેડિકલ કરાવી વિશેષ કાર્યવાહી કરી છે.દુષ્કર્મ આચરનાર રમેશ ને પણ સંતાનમાં એક 12 વર્ષની પુત્રી હોવાનુ સામે આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *