માળિયા-કચ્છ હાઈવે પરથી પસાર થતું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કર ચાલક દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
રાજસ્થાનના વતની કમલેશ લાલા મીણાએ ટેન્કર જીજે 12 બીએક્સ 3870 ના ચાલક મુકેશ લાલા મીણા (ઉ.વ.28) રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મુકેશ મીણાએ પોતાનું ટેન્કર જીજે 12 બીએક્સ 3870 પુરઝડપે ચલાવી મોરબી-કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પાસે કાબુ ગુમાવી દેતા ટેન્કર પલટી મારી ગયું હતું જે ટેન્કર નીચે દબાઈ જતા મુકેશ મીણાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત નવલખી બાયપાસ નેક્ષસ સિનેમા સામે આવેલ વાડી વિસ્તારમાં 22 વર્ષીય યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના નવલખી બાયપાસ ધુતારી વાડી વિસ્તારના રહેવાસી કિશન વાલજીભાઈ વાઘેલા (ઉ.વ.22) નામનો યુવાન ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો છે મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
