બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત

શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…

શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે બેડી ચોકડી પાસે બાઈક બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના શુકલ પીપળીયા ગામે રહેતો કરણ મહેશભાઈ સરવૈયા નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં બાઈક લઇ બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે પુલ ઉતરતી વખતે રોડ પર પડેલા બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહના પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક કરણ સરવૈયા બંગડીના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો અને ગઈકાલે મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને રાજકોટથી મધરાત્રે પરત ફરતો હતો ત્યારે બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *