80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂની હેરાફેરી સહિતના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની…

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂની હેરાફેરી સહિતના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની હેરાફેરી અને વેચાણ સામે કડક ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. આ આદેશના પગલે પીસીબીની ટીમે શહેરના 80 ફૂટ રોડ ઉપર 6 લાખ ના વિદેશી દારૂૂ અને બીયર ભરેલી કાર સાથે એક શખ્સને ઝપડી લઇ રૂૂ.10 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે. આ દરોડામાં સ્થાનિક બુટલેગર ફરાર થઇ ગયો હતો.

મળતી વિગતો મુજબ, પીસીબી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને એક ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે 80 ફુટ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાછળ, એક કારખાના વાળી બંધ શેરીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે એક શંકાસ્પદ સેલટોસ કીયા કાર નંબર: જીજે-13-સીએફ-3189ને આંતરીને તપાસ કરતા લક્ઝરી કારમાંથી મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચૌર તાલુકાના જૈલાતરા ગામના વતની સુનીલકુમાર ભગવાનારામ સાહુની અટકાયત કરી છે. જો કે, આ ગુનામાં સામેલ રાજકોટના ચુનારાવાડ વિસ્તારનો સ્થાનિક બુટલેગર વિજય સોલંકી પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે આ દરોડા દરમિયાન કુલ 2568 નંગ દારૂૂની બોટલો, ટીન અને પાઉચ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂૂ.5,99,520 થાય છે. આ સાથે દારૂૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂૂ.5,00,000 ની કીયા કાર સહિત કુલ રૂૂ.10,99,520/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પીસીબી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *