શહેરની ભાગોળે મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનુ કહેતા મહિલા ઉ5ર જેઠ અને ભત્રીજાએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મનહરપુર-2માં રહેતા મુકતાબેન ભગુભાઇ દાનેવાડીયા (ઉ.વ.56) પોતાના ઘરે હતા. ત્યારે માતાજીના મઢે પગે લાગવવા આવેલા જેઠાણીએ દરવાજો ખુલ્લી મુકી દેતા મુકતાબેને દરવાજો બંધ કરવાનુ કહેતા જેઠાણી ઝઘડો કર્યો હતો. તે સમયે ધસી આવેલા જેઠ ધનાભાઇ તેના પુત્ર અશોક અને દેવરાણી તેમજ મંજુબેને ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મુકતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મુળ ઉજ્જૈની વતની અને રાજકોટમાં સરસ્વતીનગરમાં રહેતા પુત્રના ઘરે પ્રસુતી કરવા આવેલી હિરલબેન શ્યામભાઇ ચૌહાણ (ઉ.વ.30) સાથે બાળકો મુદ્દે ઝઘડો કરી પાડોશી કાર્તિક, રતનબેન અને ઇન્દિરાબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બાનવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
