33માંથી 23 જિલ્લાનું પાણી પીવાથી કેન્સરનો ખતરો

  ગુજરાતના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ 45 મિલિગ્રામથી વધારે, જળશક્તિ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ…

 

ગુજરાતના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ 45 મિલિગ્રામથી વધારે, જળશક્તિ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ

ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાાઓમાં થઈ રહ્યો છે. લોકો મનફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉલેચી રહ્યાં છે. પરંતું એક અહેવાલ તમને આ પાણી ન પીવા મજબૂર કરી દેશે. પરંતું હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના અનેક શહેરના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ મળી આવ્યું છે. જેના કારણે ગુજરાતીઓને કેન્સર થવાનો પણ ખતરો છે. ગુજરાતના 33 માંથી 23 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ ક્ધટાઈન્ટમેન્ટનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ 45 મિલીગ્રામથી વધારે હોવાનો ભારત સરકારનો નવો રિપોર્ટ કહે છે. એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂૂપિયા ખર્ચીને જળસંચય અભિયાન ચલાવે છે.

પરંતું તેમ છતાં ગુજરાતીઓના નસીબમાં ચોખ્ખુ અને સ્વચ્થ પાણી પીવાનું નથી.ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે એક રિપોર્ટમાં જાહેર કર્યું કે, વર્ષ 2018 માં ગુજરાતના 21 જિલ્લાઓ એવા હતા જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હતું. તે વર્ષ 2020 માં વધીને 23 જિલ્લા થઈ ગયા છે. એટલે કે, 33 માંથી 23 જિલ્લાઓનું પાણી પીવાલાયક નથી. આ જિલ્લાના ભૂગર્ભજળના પાણીમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે છે. પાણીમાં નાઈટ્રેટ મળી આવવાનું કારણ ખેતીમાં કૃત્રિમ નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધારે પડતો ઉપયોગ, અને પીવાના પાણીમાં ગટરના પાણીનું ભળી જવાનું છે.

આવું પાણી પીવાથી માણસોને બહુ જ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નાઈટ્રેટવાળું પાણી પીવાથી ગેસ્ટ્રીક કેન્સર, હાઈપર ટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આ પાણીથી ખોડખાંપણવાળા બાળકો પણ થઈ શકે છે. આવા પાણીથી હાર્ટ, ફેફસાંની સમસ્યા ધરાવતા નાગિરકોને વધુ બીમારી આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *