પોલીસનો વિશાળ કાફલો-સાયરનો વગાડતી ગાડીઓ-હેલીપેડથી મંદિર-વિશ્રામ સ્થળ સુધી સતત રીહર્સલ
વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોતિર્લિંગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે 10 ઓક્ટોબરના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવી રહ્યા છે ત્યારે સોમનાથ આવનારા તેઓ બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. આ અગાઉ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સોમનાથ મહાદેવના દર્શને આવી ચૂક્યા છે. આગામી 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પ્રથમ રાજકોટ એરપોર્ટથી ખાસ હેલીકોપ્ટર દ્વારા સવારે 11 વાગ્યે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતેના હેલીપેડ ખાતે આવશે.
જ્યાં પ્રોટોકોલ મુજબ સન્માન અને પોલિસ ગાર્ડ ઓફ ઓનર આપશે ત્યાથી સીધા મોટર માર્ગે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલી પ્રતિમાને ફૂલહાર કરી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ-ભોજન બાદ બપોરના 3 વાગ્યા આસપાસ હેલીકોપ્ટર દ્વારા સાસણ જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર જ્યોતિર્લિંગની પ્રાણ: પ્રતિષ્ઠા જ તત્કાલિની રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે તા.11-5-51ના રાજે થયેલ છે અને તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.શંકર દયાળ શર્માના વરદ હસ્તે સોમનાથ મંદિર બાંધકામ પૂર્ણ થયા બાદ તા.1-12-95ના રોજ રાષ્ટ્રને સોમનાથ મંદિર અર્પણ કરાયું હતું. જે વિધીમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ આવી ચૂકેલા છે. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંગ તા. 30-4-87ના રોજ સોમનાથ આવી ચૂકેલા છે. તો રાષ્ટ્રપતિ પ્રભા પાટીલ તા. 3-10-09ના રોજ સોમનાથ આવેલા હતા. તેમજ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી તા. 1-12-15ના રોજ સોમનાથ આવ્યા હતા તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તા.2-10-17ના રોજ આવેલા હતા તેમજ આર. વૈકટરામન પણ સોમનાથની મુલાકાત કરી ચૂકેલા છે.
વિદેશના રાષ્ટ્રપતિઓ સોમનાથ નેપાળના પાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી તા.19-4-17ના રોજ સોમનાથ આવેલા હતા. તા.7-1-23ના રોજ સુરીનામ દેશ(દક્ષિણ આફ્રિકા)ના રાષ્ટ્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોષીએ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા.
