હળવદમાં યુવાનને મોતને ઘાટ ઉતારનાર ચાર આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ

હળવદમા આવેલ જીઆઇડીસી વિસ્તારમા ચાર વર્ષ પહેલા નજીવા પ્રશ્ર્ને ચાર શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી યુવકનુ ઢીમ ઢાળી દીધુ હતુ. જે ચકચારી હત્યા…

હળવદમા આવેલ જીઆઇડીસી વિસ્તારમા ચાર વર્ષ પહેલા નજીવા પ્રશ્ર્ને ચાર શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી યુવકનુ ઢીમ ઢાળી દીધુ હતુ. જે ચકચારી હત્યા કેસ મોરબી સેશન્સ કોર્ટમા ચાલી જતા કોર્ટે ચારેય આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ હળવદમા આવેલ જીઆઇડીસીમા વર્ષ 2021 મા રહેતા યુવાન સાથે આરીફ જામ, હૈદર મોવર, ગફુર કાજેડીયા અને કાદર ઇશાભાઇ નામનાં શખ્સોએ ઝઘડો કરી યુવકને છરીનાં ઘા ઝીકી દીધા હતા હુમલામા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર મળે તે પુર્વે જ યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામા પલ્ટાયો હતો . જે અંગે હળવદ પોલીસે ચારેય શખ્સો વિરુધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ચારેય શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરવામા આવ્યા હતા . જે ચકચારી હત્યા કેસમા સંડોવાયેલા ચારેય શખ્સો વિરુધ્ધ પુરતો પુરાવો મળી આવતા તપાસ અધીકારી દ્વારા કોર્ટમા ચાર્જશીટ રજુ કરવામા આવ્યુ હતુ.

ચાર્જશીટ બાદ કેસ મોરબી સેશન્સ કોર્ટમા ચાલવા ઉ5ર આવતા બંને પક્ષનાં વકીલોને રજુઆત બાદ સરકાર તરફે રોકાયેલા વકીલ દ્વારા કરવામા આવેલી દલીલો અને રજુ રાખેલા ઉચ્ચ અદાલતનાં ચુકાદાઓને ધ્યાને લઇ મોરબી સેશન્સ કોર્ટે યુવકને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારનાર આરીફ જામ, હૈદર મોવર, ગફુર કાજેડીયા અને કાદર ઇશાભાઇ નામનાં ચારેય શખ્સોને હત્યા કેસમા તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. મોરબી સેશન્સ કોર્ટનાં મહત્વનાં ચુકાદાથી મૃતક યુવકનાં પરીવારને ન્યાય મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *