150 ફુટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા દીલીપભાઇ ઉર્ફે ડી.ડી. સોલંકી ધીરૂૂભાઈ સોલંકી(ઉ.વ.37)એ ફરિયાદમાં બાલાજી હોલમાં પાસે ચામુંડા નગરમાં રહેતા વિક્રમ પી. વોરા સામે ધમકી અને ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
દિલીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ એજ્યુકેશન એડવાઇઝર તેમજ સામાજિક આગેવાન છુ.બપોરના આશરે એક વાગ્યાથી દોઢ વાગ્યાના અરસામા હુ તથા અમારા સમસ્ત અનુ.જાતી સમાજના માણસો કમીશ્નરની કચેરી ખાતે સરધાર ગામમા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતીમા ગુમ થયેલ જે બાબતે અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ થયેલ હોય જેમાં આજદીન સુધી તેના આરોપીની ધરપકડ થયેલ ન હોય જે અનુસંધાને અમો બધા આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે મે સમસ્ત સમાજના માણસોને સુચના આપેલ કે અહીયા કેટલાક અસામાજીક તત્વો પણ આવેલ છે તો આ આવેદન પત્ર દરમ્યાન શાંતી જાળવજો ત્યાર બાદ તમામ ભાઇઓ અને બહેનોને બેનર હાથમા લઇને લાઇનમાં ઉભા રહેવાનુ કહ્યું હતું.
ત્યારે આ વિક્રમભાઇ મહીલાઓ તરફે ઉભા હતા જેથી મે તેમને પુરૂૂષો તરફે ઉભા રહેવાનુ કીધેલ બાદમા મે મજાકમા કીધેલ કે જે મહીલા હોય તે મહીલા તરફે અને પુરૂૂષ હોય તે પુરૂૂષો તરફે ઉભા રહેશે આ સાંભળીને આ વિક્રમભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને ધમકી આપેલ કે તુ બોલવામા ધ્યાન રાખજે તને છરીના ઘોદા મારીને જાનથી મારી નાખીશ એમ કહીને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને મારી સાથે બોલાચાલી કરેલ અને આ બનાવ સમયે મારી સાથેના રમેશભાઇ મુછડીયા, જયસુખભાઇ સોલંકી, માવજીભાઇ રાખસીયા, કીરણભાઇ મકવાણા, વીરાભાઇ વાઘેલા અને પ્રવીણભાઇ મુછડીયા હાજર હતા.
બનાવનુ કારણ એ છે કે આજથી બે વર્ષ અગાઉ અશોક સીંધવ પર મે બે એફ.આઇ.આર. કરાવેલ હોય અને અમો બંને વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હોય અને આ વિક્રમભાઇ તેનો માણસ હોય જે આ બાબતનુ મન દુખ રાખીને મારા સાથે બોલાચાલી કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે.આ અંગે પ્ર. નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
