સુભાષનગરમાં શંકાસ્પદ મકાનોના વેચાણ અંગે ડોર ટુ ડોર સરવે

હિંદુઓના નામે મકાન ખરીદી વિધર્મીઓ રહેતા હોવાની ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં અશાંતધારા વિસ્તારમાં મકાનમાં રહેતા લોકોના આધાર-પુરાવાઓની ચકાસણી શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં હિન્દુઓના…

હિંદુઓના નામે મકાન ખરીદી વિધર્મીઓ રહેતા હોવાની ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

અશાંતધારા વિસ્તારમાં મકાનમાં રહેતા લોકોના આધાર-પુરાવાઓની ચકાસણી


શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં હિન્દુઓના મકાન ખરીદીને વિધર્મી પરિવારો રહેતા હોવાની ધારાસભ્ય જિલ્લા કલેક્ટરને કરેલ ફરિયાદ બાદ આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ને તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. જેને પગલે આજે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા સુભાષનગર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હિન્દુઓના મકાન ખરીદીને તેમાં વિધર્મી લોકો રહેતા હોવાની ફરિયાદના પગલે ચેકીંગમાં પોલીસ ટીમે ગેરરીતી બહાર આવતા આ મામલે કાર્યવાહી પણ કરી હતી.


થોડા વખત પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટરસમક્ષ ધારાસભ્ય તથા સુભાષનગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા સુભાષનગરમાં 14 જેટલા હિન્દુઓના મકાનમાં વિધર્મીઓ રહેતા હોય આ મકાન હિન્દુઓના નામે ખરીદી તેમાં વિધર્મી રહેતા હોવાની રજૂઆતને પગલે તંત્ર ચોંકી ઉઠ્યું હતું. અશાંતધારાના અમલ વચ્ચે આ અંગેની ફરિયાદ કલેક્ટર તંત્રને મળ્યા બાદ કલેક્ટર પ્રભવ જોશીએ તપાસના આદેશ આપ્યા હતાં. અને આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને પણ આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા સ્થાનિક તપાસ માટે પોલીસને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હોય પોલીસ કમિશનરની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કરપડા અને તેમની ટીમ સુભાષનગર વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં ચેકીંગ કર્યુ હતું.


સુભાષનગરમાં શંકાસ્પદ મકાનોના વેચાણ અંગેનો પોલીસે ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. તેમજ મકાનમાં રહેતા લોકોના આધારપુરાની ચકાસણી કરવામાં આવી હતી. અશાંતદારા વિસ્તારમાં રહેતા લોકોના દસ્તાવેજો તેમજ આધારપુરાવા પોલીસે ચકાસ્યા હતાં. હિન્દુના મકાનમાં વિધર્મીઓ રહેતા હોવાની ફરિયાદ અંગેનો સર્વે પોલીસે કર્યા બાદ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રિપોર્ટ આપવામાં આવશે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે,, રાજકોટમાં 50 જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

ત્યારે રૈયા રોડ પર સુભાષનગરમાં કેટલાક વિસ્તારોમાં હિન્દુઓના નામે મકાન ખરીદીને તેમાં વિધર્મીઓ રહેતા હોવાની ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ ધારાસભ્યએ આ મામલે કલેક્ટરને મળી ફરિયાદ કરી હતી. અને સમગ્ર ચેકીંગ આજે હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ ચેકિંગમાં એક મકાન માલિક સામે ગુનો નોંધાયો

રૈયા રોડ પર આવેલા સુભાષનગરમાં હિન્દુઓના નામે મકાન ખરીદી તેમાં વિધર્મી પરિવારો રહેતા હોવાની કલેક્ટર તંત્રને મળેલી ફરિયાદના આધારે કલેક્ટર દ્વારા પણ આ મામલે સર્કલ ઓફિસર અને તલાટી મંત્રીને સ્થળ પર જઈ તપાસ કરવા આદેશ આપ્યો હતો. કલેક્ટરને રૂબરૂ મળેલા આ વિસ્તારના લોકોને 14 જેટલા મકાનોમાં હિન્દુના નામે ખરીદી તેમાં વિધર્મીઓ રહેતા હોવાની ફરિયાદ સાથે વિગતો આપી હોય આ 14 મકાનોના અશાંતધારા હેઠળ મામલતદાર અને પોલીસ તંત્રના અભિપ્રાય બાદ વેચાણની મંજુરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તપાસના અંતે 11 કેસમાં વેચાણની મંજુરી યોગ્ય હોવાની જ્યારે એક અરજી શંકાસ્પદ હોવાનું તથા બે અરજીમાં સરનામા અધુરા હોવાનું તપાસના અંતે બહાર આવ્યું હતું. આજે પોલીસને મળેલી 14 જેટલા સરનામા અંગે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચેકીંગમાં ગેરરીતી બદલ ગુનો નોંધાયો હતો. ભાડુઆતને મકાન ભાડે આપી પોલીસને જાણ નહીં કરનાર સુભાષનગર 8 બ માં રહેતા ફિરદોશબેન શબીરભાઈ શેખ સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *