8 થી 15 જૂન વચ્ચે મેઘસવારીનું થશે આગમન, ખંડવૃષ્ટિ થવાની અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગની આગાહી બાદ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસુ સારું રહેશે અને 96 થી 98% વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે આગામી 12 થી 20 મે વચ્ચે અંદમાન નિકોબારના ટાપુ પર નૈઋત્યનું ચોમાસુ બેસી જશે તેવી હાલ આગાહી છે અને જે બાજુ ધીમે ધીમે દક્ષિણ ભારતની દિશામાં આગળ વધશે. ગુજરાતની વાત કરવામાં આવે તો આઠથી 15 જૂન વચ્ચે ચોમાસુ બેસશે. જેની પાછળનું કારણરૂૂપ મૃગશીર્ષ નક્ષત્રમાં પવનની ગતિ વધારે રહેવાથી વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી સાથે પ્રિ મોન્સૂન વરસાદની આગાહી કરી છે. તેમણે આ વખતના ચોમાસા અંગે પણ આગાહી કરી હતી.
અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી થોડુ સારૂૂ રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં 98 ટકા સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે.
જો અરબ સાગરમાં ચક્રવાત કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બને તો વરસાદનું પ્રમાણ વધવાની સંભાવનાઓ છે. અંદામાન અને નિકોબાર વિસ્તારમાં 12થી 20 મે દરમિયાન ચોમાસું બેસી શકે છે. સમયસર વરસાદ પડતો રહે તો ઓછા પ્રમાણ છતાં કૃષિ પાકોને લાભ મળી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાછોતર વરસાદની પણ શક્યતા છે. ભારતીય હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું કે નૈર્ઋત્ય પાકિસ્તાન અને તેની નજીકના રાજસ્થાન વિસ્તાર ઉપર દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરની ઊંચાઈએ એક અપર ઍર સર્ક્યુલેશન એટલે કે વંટોળ સર્જાયેલું છે. હવામાન ખાતાએ વધારેમાં જણાવ્યું કે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર ઉપર સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈશાન તરફ ખસ્યું છે.
જાણકાર તજ્ગનોના મતે રાજકોટમાં ઊંચા તાપમાન માટે કોઈ મોટી વેધર સિસ્ટમના બદલે સ્થાનિક કારણો વધારે જવાબદાર છે. તેમણે જણાવ્યું કે કોઈ સ્થળનું તાપમાન કેટલું રહેશે તેનો આધાર તેનું ભૌગોલિક સ્થાન, વર્ષનો સમય અને સ્થાનિક હવામાન પર વધારે હોય છે. રાજકોટ શહેર સૂકા વિસ્તારમાં આવેલ શહેર છે. ઉનાળામાં પાણીના અભાવે તેની આજુબાજુના વિસ્તારોમાં ખેતી પાકો બહુ ઓછા હોય છે અને પિયત થતું નથી. તેના પરિણામે ખુલ્લી જમીન વધારે હોય છે.
આવી ખુલ્લી જમીન સોલાર રેડિયેશનના કારણે 70 ડિગ્રી સુધી ગરમ થઈ શકે છે. જમીન ગરમ થતા તે હવાને ગરમ કરે છે અને ત્યાં હવાનું હલકું દબાણ ઊભું થાય છે. ગરમ હવા સામાન્ય રીતે આકાશ તરફ ઉપર ઊંચકાય છે અને તેની આજુબાજુ કે આકાશમાં રહેલી ઠંડી હવા તેનું સ્થાન લેવા નીચે આવે છે. પરંતુ જો આકાશમાં પણ હવાનું હલકું દબાણ હોય તો હવાની તે હરફર થતી નથી. તેથી, તાપમાન વધે છે.
19 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે ફરી એક વખત 19 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અને હાલ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના કારણે આજથી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતની ત્યારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીર સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જગતનાતાત માટે કૃષિપ આપને નુકસાની થવાની ભીતિ સેવાય છે. એટલું જ નહીં દરિયામાં વાતાવરણ અસ્થિર રહેવાના પગલે માછીમારો માટે પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. માવઠાના નાના રાઉન્ડ બાદ હાલ સમગ્ર રાજ્યમાં ગરમી કાળઝાળ બની છે ત્યારે ફરી એક વખત 19 એપ્રિલ થી બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસશે.
