દેશમાં એક લાખ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું અભિયાન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ વડોદરાના માંડવી ખાતે આવેલ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક બાબતને લઈ નિવેદનો કર્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને વખોડતા કહ્યું હતું કે, ભારત સરકારે બાંગ્લાદેશ સામે આંખ નહીં હવે જેટ અને ડ્રોન કાઢવા જોઈએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે , વડોદરાની દરેકે દરેક સોસાયટીએ દર મંગળ અને શનિવારે હનુમાન ચાલીસા ચાલે અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં સો બસો કુટુંબમાં કલ્યાણ થાય તેવા મંત્ર શિખવાડવામાં આવે. સાથે ધર્મનું આચરણ કઈ રીતે કરવું તે શીખવાડવું જોઇએ. સાથે આખું કુટુંબ રોગ મુક્ત રહે તે બાબત સલાહ આપવી જોઈએ અને ચિંતામુક્ત અંગે પણ શીખવાડવું જોઈએ. એને હિન્દુ ઘર સુખી અને સમૃદ્ધ ઘર આ અભયમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ચલાવે છે. વધુમાં કહ્યું કે, ન માત્ર આંખ જ નહીં કાઢવી જોઈએ પરંતુ મિરાજ, ડ્રોન અને જેટ પણ બાંગ્લાદેશ તરફ બહાર કાઢવા જોઈએ.
વધુમાં કહ્યું કે, હાલમાં વડોદરામાં સો જગ્યાએ હનુમાન ચાલીસા ચાલી રહી છે.
અમારું લક્ષ છે કે તે પાંચસો સ્થળ સુધી લઈ જઈશું. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાંચસો સુધી લઈ જઈશું અને દેશમાં એક લાખ સ્થળો સુધી અમારું આયોજન છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની થઈ રહેલી હત્યા બાબતે જણાવ્યું કે,હિન્દુઓની હત્યા થઈ રહી છે, હિન્દુઓ દુ:ખી છે કોઈ જોનારું નથી. ભારત સરકારે આંખ કાઢવી જોઈએ. વધુમાં કહ્યું કે, ન માત્ર આંખ જ નહીં કાઢવી જોઈએ પરંતુ મિરાજ, ડ્રોન અને જેટ પણ બાંગ્લાદેશ તરફ બહાર કાઢવા જોઈએ. બાંગ્લાદેશ પ્રત્યે સરકારનું કડક વલણ નથી જે કડક વલણ અપનાવવાની જરૂૂર છે.
