ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ઇંધણની તંગી સર્જાતા અને ભાવવધારો આવતા વિમાની ભાડામાં પણ આવતીકાલથી ભાવવધારો ઝીંકાવામાં આવનાર છે રાજકોટથી મુંબઇ-દિલ્હી અને અમદાવાદના વિમાની ભાડામાં વન-વેના રૂા.150થી રૂા.500નો વધારો આવતીકાલ તા.1 એપ્રિલથી અમલી બનનાર છે.
એરલાઇન્સ કંપનીઓએ આજે જૂના ભાવે ટિકિટનું વેંચાણ ચાલુ રાખ્યું છે પરંતુ આવતીકાથી ભાવવધારા સાથે બુકિંગ શરૂ કર્યું છે વિમાની ભાડામાં સૌથી વધુ ભાવવધારો રાજકોટ-દિલ્હી વચ્ચે આવ્યો છે. આ રૂટ ઉપર કાલથી વિમાન ભાડામાં રૂા.412થી 499નો વધારો થનાર છે. આજે રાજકોટ-દિલ્હીની ટિકિટનો દર રૂા.6246 છે જ્યારે આવતીકાલનું ભાડુ રૂા.6745 છે. ત્યારબાદ દિવસોમાં રૂા.6658 બતાવે છે.
આજ રીતે રાજકોટ-મુંબઇ વચ્ચેના ભાડામાં રૂા.330નો વધારો કરાયો છે બુકિંગ એપ. ઉપર રાજકોટ મુંબઇનું આજનું ભાડુ રૂા.4714 અને આવતીકાલથી ભાડું રૂા.5044 બતાવે છે જ્યારે રાજકોટ-બેંગ્લોર વચ્ચેના વિમાની ભાડામાં પણ રૂા.150નો વધારો આવતીકાલથી અમલમાં આવનાર છે. ડોમેસ્ટિક સિવાય આંતરરાષ્ટ્રીય વિમાન ભાડામાં પણ રૂટવાઇઝ 10 ડોલરથી 30 ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
એરલાઇન્સના જણાવ્યા અનુસાર, માર્ચ 2026 ની શરૂૂઆતથી જ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અઝઋ ની કિંમતોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધને કારણે સમુદ્રી પરિવહન માર્ગો પ્રભાવિત થયા છે, જેનાથી તેલ અને ગેસનો પુરવઠો ખોરવાયો છે. એરલાઇન્સના કુલ ઓપરેશનલ ખર્ચનો લગભગ 40% હિસ્સો માત્ર ઈંધણ પર ખર્ચાય છે, તેથી કંપનીઓ પાસે ભાડા વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
