જામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તબીબ ઝડપાયો

જામનગર શહેરમાંથી પોલીસે ગઈકાલે એક તબીબને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે આઈ પી.એલ. ની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે. જ્યારે…

જામનગર શહેરમાંથી પોલીસે ગઈકાલે એક તબીબને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે આઈ પી.એલ. ની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે. જ્યારે તેની સાથે ક્રિકેટ ના સોદાની કપાત કરનાર અને આઈડી આપનાર મોરબીના એક બુકીને ફરારી જાહેર કર્યો છે. જામનગરના સીટી એ. ડિવિઝનના કિશોરભાઈ ગાગિયા તેમજ અન્ય પોલીસ સ્ટાફે ગઈકાલે ખંભાળિયા ગેઇટ નજીક સોની સમાજની વાડી પાસે ક્રિકેટ ના જુગાર અંગે દરોડો પાડ્યો હતો.

જ્યાંથી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી ખોલીને આઈ.પી.એલ.ની કોલકત્તા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર હારજીત નો સટ્ટો રમી રહેલા સ્વીટુભાઈ ઉર્ફે શ્યામ હિતેશભાઈ પરમારની અટકાયત કરી લીધી છે. જે તબિબ તરીકે વ્યવસાય કરે છે, અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 29 માં ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસે તેના કબજા માંથી રૂૂપિયા 10,000 ની કિંમત નો મોબાઇલ ફોન અને 700 રૂૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી. જેની પૂછપરછમાં પોતે આ આઈડી મોરબીના હાર્દિકભાઈ ભરવાડ નામના બુકી પાસેથી મેળવી હોવાનું અને તેમાં ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબુલ્યું હોવાથી પોલીસે મોરબીના હાર્દિક ભરવાડને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.

અન્ય દરોડામાન બે પંટર ઝડપાયા
જામનગરના ગોકુલનગરમાં ગઈકાલે પોલીસે બે શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. જામનગરના ગોકુલ નગરમાં આવેલી સાયોના શેરીમાં ગઈકાલે રાત્રે બે શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની બાતમી પરથી પોલીસ સ્ટાફે શેરી નં.7માં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે મોબાઈલમાં ગઈકાલની આઈપીએલની ટી-ટવેન્ટી મેચનો સ્કોર નીહાળી તેના પર સટ્ટો રમી રહેલા રાજ મહેશભાઈ ધોકીયા તથા ભાગ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ રાયજાદા ઉર્ફે ભાગલા નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે બે મોબાઈલ, રોકડ મળી રૂૂ.11,580નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *