5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શૈક્ષણિક સત્ર, વેકેશન અને રજાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા સમયપત્રક…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શૈક્ષણિક સત્ર, વેકેશન અને રજાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ સત્ર, દિવાળી વેકેશન, દ્વિતીય સત્ર અને ઉનાળુ વેકેશનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

જાહેર કરાયેલી વિગતો મુજબ, શૈક્ષણિક વર્ષ 2026-27નું પ્રથમ સત્ર 9 જૂન, 2026થી શરૂૂ થશે અને 4 નવેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રથમ સત્ર દરમિયાન કુલ 120 કાર્યદિવસ રહેશે. ત્યારબાદ 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી દિવાળી વેકેશન રહેશે, જેમાં કુલ 21 દિવસની રજા મળશે. દ્વિતીય સત્ર 26 નવેમ્બર, 2026થી શરૂૂ થઈ 2 મે, 2027 સુધી ચાલશે.

આ સત્રમાં કુલ 124 કાર્યદિવસ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારબાદ 3 મે, 2027થી 5 જૂન, 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે. આ વેકેશનનો સમયગાળો કુલ 34 દિવસનો દર્શાવવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, દિવાળી વેકેશન 21 દિવસ, ઉનાળુ વેકેશન 34 દિવસ, જાહેર રજાઓ 20 દિવસ અને સ્થાનિક રજાઓ 4 દિવસ રહેશે. શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં જૂનથી નવેમ્બર સુધીના માસવાર કાર્યદિવસો પણ દર્શાવવામાં આવ્યા છે.

તે મુજબ જૂનમાં 16, જુલાઈમાં 27, ઓગસ્ટમાં 23, સપ્ટેમ્બરમાં 24, ઓક્ટોબરમાં 24 અને નવેમ્બરમાં 3 કાર્યદિવસનો સમાવેશ થાય છે. આ રીતે પ્રથમ સત્રના કુલ 120 કાર્યદિવસ નક્કી કરાયા છે.
બીજા સત્રમાં નવેમ્બરથી મે સુધીના માસવાર કાર્યદિવસો દર્શાવવામાં આવ્યા છે. સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન બંને સત્રના મળીને 244 કાર્યદિવસ અને સ્થાનિક રજાઓ બાદ કુલ 240 કાર્યદિવસ રાહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *