જામનગર જિલ્લાના ધ્રોલમાં બે પાડોશીઓ વચ્ચે મકાનના પ્રશ્ને ઝઘડો થયો હતો, અને એક મકાન માં રહેતા દપત્તિ ઉપર તેના પાડોશી દંપતીએ હુમલો કરી દઈ ઇજા પહોંચાડયાની તેમજ બારીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં રાધે પાર્ક સોસાયટીમાં રહેતા ખુશ્બુબેન વસીમભાઈ ડોસાણી નામની 23 વર્ષની પરણીત યુવતીએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ વસીમભાઈ ઉપર છરી અને પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમ જ પોતાની બારીનો કાચ તોડી નાખવા અંગે પાડોશમાં રહેતા સોયબભાઈ ડોશાણી, અને ખતીજાબેન સોયબભાઈ ડોસાણીની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપી વચ્ચે મકાન બાબતે ઝઘડો ચાલતો હતો, અને પાડોશી દંપતિ કે જેઓ મોરબી પંથકના છે, અને અહીંયા રહેવા આવ્યા છે. તેઓ વચ્ચે ઝઘડો થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
