જામનગરથી અમદાવાદ અને સુરત સુધી શરૂ થશે સીધી વિમાની સેવા

જામનગરવાસીઓને શ્રાવણ માસમાં વિમાની સેવાની ભેટ મળી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ તે જ રીતે જામનગરથી…

જામનગરવાસીઓને શ્રાવણ માસમાં વિમાની સેવાની ભેટ મળી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ તે જ રીતે જામનગરથી સુરત અને સુરતથી જામનગર એમ બે નવી ફ્લાઇટ જામનગરવાસીઓને પ્રાપ્ત થશે. આ બન્ને ફ્લાઇટનો આગામી તા.23 ઓગષ્ટ 2025 થી પ્રારંભ થશે.

જાણવા મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે શેડ્યુલ જાહેર કરાયું છે. તેમાં સ્ટારએરની ઇએમબી-145 નંબરની વિમાની સેવા 50 ની ક્ષમતાવાળી કાર્યરત કરાશે. જેમાં અમદાવાદથી જામનગર સવારે 8:15 કલાકેથી નિકળીને 9:05 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી સુરત માટેની ફ્લાઇટ સવારે 9:30 કલાકે ઉપડીને 10:20 કલાકે સુરત પહોંચશે.

સુરતથી બપોરે 1:35 કલાકે ઉપડીને 14:25 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી 14:50 મિનિટે ઉપડીને અમદાવાદ 15:40 મિનિટે પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *