આરોગ્ય વિભાગના સરવે દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો-2, ટાઇફોઇડ-1 અને શરદી-ઉધરસ-તાવના 2132 દર્દી નોંધાયા
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડા મુજબ ઠંડી વધવા છતા ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. જયારે મચ્છર જન્ય રોગચાળો યથાવત રહ્યો છે. ચેકિંગ દરમિયાન અનેક ઘરોમાં કોરાનાશ કામગીરી અને ફોગીંગ કરવામાં આવ્યુ હતુ તેમજ મચ્છર ઉત્પતિ અને ગંદકી સબબ 292 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.08/12/2025 થી તા.14/12/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 22,465 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 885 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 479 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 216 અને કોર્મશીયલ 76 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
